આ વર્ષ અમેઝોનનાં જંગલો માટે છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ સાબિત થઇ રહ્યું છે. શરૂના 10 દિવસમાં જ આગના 10,136 બનાવ બની ચૂક્યા છે, જે ગત વર્ષના આ ગાળાની સરખામણીએ 17 ટકા વધુ છે. આ મુદ્દે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જેર બોલ્સોનારોની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. ગ્રીનપીસ બ્રાઝિલને આશંકા છે કે આગના કારણે આ વર્ષ ગત વર્ષથી પણ ખરાબ રહેશે. સંસ્થા સાથે જોડાયેલા કેમ્પેનર રોમુલા બાતિસ્તાના જણાવ્યાનુસાર સરકારની પર્યાવરણ નીતિના અભાવના પરિણામે આ વર્ષે સ્થિતિ વધુ વણસી છે.
ધરતીનાં ફેફ્સાંનો દમ ઘૂંટાય છે..
બ્રાઝિલના ભાગમાં આવતા અમેઝોનનાં જંગલોને ધરતીના ફેફ્સાં કહે છે. આ જંગલોમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે જુલાઇમાં આગ લાગવાની ઘટનાઓ 28 ટકા સુધી વધી ગઇ. બ્રાઝિલની નેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે તેણે ગયા મહિને અમેઝોનમાં આગ લાગવાની 6,803 ઘટના નોંધી છે જ્યારે 2019માં જુલાઇમાં આવી 5,318 ઘટના નોંધાઇ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DKFRfr
via IFTTT
No comments:
Post a Comment