Monday, August 17, 2020

ક્યારે ખુલશે સ્કૂલો, અમુક રાજ્યો ઈચ્છે છે કે, સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે-અમુક નહીં, તે બધુ જ જે તમારા માટે જાણવું જરૂરી છે

કોરોના વાઈરસના પ્રકોપના કારણે આ વખતે અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થઈ છે. માર્ચમાં જ્યારે પહેલીવાર લોકડાઉન લાગ્યું ત્યારથી સ્કૂલ-કોલેજો બંધ છે. ઘણાં રાજ્યોમાં પરિક્ષાઓ પણ થઈ શકી નથી. નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ન્યૂ નોર્મલની જેમ ઘણી સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ થઈ ગયા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકારે અનલોકિંગની પ્રક્રિયા શરૂ કરી ત્યારથી વારંવાર આ સવાલ સામે આવી રહ્યો છે કે, સ્કૂલો ક્યારથી શરૂ થશે? તો આવો જાણીએ કે સ્કૂલોને ફરી ખોલવા માટે શું તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સરકાર અનલોક 4.0માં સ્કૂલો ખોલવા માટે શું ગાઈડલાઈન લાવી શકે છે.

શું છે કેન્દ્ર સરકારની યોજના?
કેન્દ્ર સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે જુલાઈમાં પેરેન્ટ્સનો એક સર્વે કરાવ્યો હતો. મોટાભાગના પેરેન્ટ્સનું કહેવું છે કે, તેઓ હાલ બાળકોને સ્કૂલ મોકલવા માટે તૈયાર નથી.
જોકે અમુક રાજ્યોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. તેમની પાસે ઓનલાઈન અભ્યાસ માટે લેપટોપ કે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નથી.
કોવિડ-19 મેનેજમેન્ટ માટે સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધનના નેતૃત્વમાં બનેલા મંત્રી સમૂહ સાથે જોડાયેલા સચિવોએ એક પ્લાન બનાવ્યો છે. તેમાં 31 ઓગસ્ટ પછી શું ગતિવિધિઓ શરૂ થશે તે અનલોક 4.0માં સામેલ કરવામાં આવશે.

સ્વિત્ઝરલેન્ડ મોડલની વાત થઈ રહી છે, શું છે આ મોડલ

  • સચિવોમા ગ્રૂપે સ્વિત્ઝરલેન્ડ મોડલ અપનવવાન વાત કરી છે. તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્વિત્ઝરલેન્ડે 11 મેના રોજ સ્કૂલ ખોલી દીધી છે. જુલાઈ સુધી સ્કૂલોમાં અભ્યાસ ચાલતો રહ્યો હતો.
  • ધોરણોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. રોજ એક ગ્રૂપ ક્લાસમાં આવતું હતું અને બીજુ ગ્રૂપ ઘરેથી અભ્યાસ કરે. બીજા સપ્તાહ પછી 16 વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકોને રોજ સ્કૂલ આવવાનું કહેવામાં આવ્યું હતું.
  • આ દરમિયાન, 8 જૂનને મોટા બાળકોને ઓછી સંખ્યામાં સ્કૂલે બોલાવવામાં આવ્યા. અમુક વિદ્યાર્થીઓએ ઘરે રહીને જ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને તેમને સ્કૂલ તરફથી મંજૂરી પણ આપવામાં આવી.
  • સ્વિસ સરકારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર ન કર્યા. મોટા બાળકોને 6 ફૂટના અંતરનું પાલન કરાવ્યું.
  • બાળકો માટે માસ્ક ફરજિયાત નહતા, પરંતુ અમુક રાજ્યોમાં મોટા બાળકો માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને ભણાવનાર ટીચર્સ માટે પણ માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા હતા.
  • સ્વિસ સરકારે સ્કૂલોને પણ તેમની રીતે નિયમ બનાવવા અને લાગુ કરવાની છૂટ આપી હતી. સ્કૂલોએ અલગ અલગ વર્ષના બાળકોને અલગ અલગ ગ્રૂપ્સમાં રાખ્યા હતા. તેમના ટાઈમિંગ પણ અલગ રાખ્યા હતા, જેથી મોટા ગ્રૂપ્સ ન બને.

કયા રાજ્યો સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા તૈયાર?

  • હરિયાણા તો ઓગસ્ટમાં જ સ્કૂલ ખોલવા તૈયાર હતું, પરંતુ હવે અહીં સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલશે. અહીં એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં 30 ટકા પેરેન્ટ્સે સ્કૂલ ખોલવાની માંગણી કરી હતી.
  • આસામે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ 25 ઓગસ્ટ પછી સ્કૂલ ક્યારે ખોલવી તેનો નિર્ણય લેશે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે, તેઓ 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા વિશે વિચારી રહ્યા છે.
  • આંધ્ર અને પશ્ચિમ બંગાળમાં 5 સપ્ટેમ્બરે ટીચર્સ-ડેના દિવસે સ્કૂલ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, સ્થિતિમાં સુધારો થશે તો સપ્ટેમ્બરથી સ્કૂલ શરૂ કરશે.
  • પૂર્વોત્તરના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને અન્ય કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે સાથે ઓરિસ્સા, તમિલનાડૂ, તેલંગાણા અને કેરળમાં પણ સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલો ખુલી શકે છે.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ હાલ સ્કૂલ ખોલવા માટે તૈયાર નથી. જ્યાં સુધી કોરોના વાઈરસ સંપૂર્ણ રીતે કાબુમાં નહીં આવી જાય ત્યાં સુધી સ્કૂલો બંધ રહેશે.
  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સ્કૂલો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ નથી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા પછી જ આ રાજ્યો ગાઈડલાઈન જાહેર કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
School Reopening Latest News Update | School Reopen September Date 2020 | When Will School ReOpen In India


from Divya Bhaskar https://ift.tt/3h6x1qP
via IFTTT

17 ઓગસ્ટ સુધીમાં છ કરોડથી વધુની વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ કરાયું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. વડાપ્રધાનની ટકોર બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં 50 હજાર કે તેથી વધુ કરવામાં આવી રહ્યા છે. 17 ઓગસ્ટની સાંજે જાહેર કરવામાં આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યારસુધીમાં 1358364 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની 2011ના વસ્તી ગણતરીના આંકડા 60439692ની સરખામણીએ રાજ્યમાં થયેલા ટેસ્ટ જોઇએ તો કુલ વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં ત્યાંની કુલ વસ્તી પ્રમાણે 1.1 અને કચ્છમા એ જ પ્રમાણે 1 ટકા ટેસ્ટિંગ કરાયું છે. જે દર્શાવે છેકે રાજ્યમાં હજી પણ આક્રમકતા સાથે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

મધ્ય ગુજરાતની વસ્તીના કુલ 3.2 ટકા ટેસ્ટ થયા
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, દાહોદ, છોટાઉદેપુર એમ કુલ 8 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 20135174 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 661825 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 3.2 ટકા ટેસ્ટ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીમાં 39705 કેસ થયા છે. જ્યારે 1830 મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતની કુલ વસ્તીના 1.1 ટકા જ ટેસ્ટ થયા
ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ 6 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 10325193 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 114047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 1.1 ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 5913 કેસ નોંધાયા છે અને 159 મૃત્યુ થયા છે.

સૌરાષ્ટ્રની કુલ વસ્તીના 1.6 ટકા ટેસ્ટ થયા
સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલી એમ કુલ 11 જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 15593653 વસ્તી છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 259584 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો 1.6 ટકા કોરોનાના ટેસ્ટ સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીમાં 12387 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 201 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં નોંધાયા છે.

દક્ષિણ ગુજરાતની કુલ વસ્તીના 2.4 ટકા ટેસ્ટ થયા
દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વલસાડ, નર્મદા, નવસારી, તાપી અને ડાંગ એમ કુલ સાત જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 12293301 વસ્તી થાય છે. જેની સામે 17 ઓગસ્ટ સુધીમાં 300035 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો દક્ષિણ ગુજરાતની કુલ વસ્તીની તુલનાએ 2.4 ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધીમાં 20729 કેસ નોંધાયા છે અને 584 મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરત, ભરૂચ અને વલસાડમાં નોંધાયા છે.

કચ્છની કુલ વસ્તીના 1 ટકા જ ટેસ્ટ થયા
કચ્છ જિલ્લાની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 2092371 વસ્તી છે. જેની સરખામણીએ જિલ્લામાં 17 ઓગસ્ટ સુધીમાં 21851 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ માત્ર જિલ્લાની કુલ વસ્તીની તુલનાએ 1 ટકા જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યારસુધીમાં 937 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 26 દર્દીઓના મૃત્યુ થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
know the status of corona test in gujarat As of August 17 total 1358364 had been tested over more than 6 crore population


from Divya Bhaskar https://ift.tt/3awysMG
via IFTTT

ડોલવણમાં 11, માંડવીમાં 10 ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં એક ફૂટ જેટલા પાણી ફરી વળ્યા

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સમગ્ર ગુજરાતના ઉપર બની છે. જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે.

વાલોડના ઇદગાહ ફળિયા,પટેલ શોપિંગ સેન્ટર,બાપુ નગર,રામ રહીમ નગર, શેઢીફળીયા, નુરાની ફળીયા, કાલુનગરમાં પાણી ભરાયા

તમામ 32 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 4 ઈંચ વરસાદ, બે તાલુકામાં 3 ઈંચ, 4 તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

માંડવી તાલુકામાં 10 ઇંચ વરસાદના કારણે પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઇ ગયા

દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે, અનેક કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

ડોલવણમાં 11 ઈંચ વરસાદ નોંધાતા પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(ઈંચમાં)
ડોલવણ

11

માંડવી 10
વાલોડ 7
વ્યારા 7
વાંસદા 6
મહુવા 6
વઘઈ 5
બારડોલી 5
સોનગઢ 5
ગણદેવી 5
આહવા 4
ઉમરપાડા 4
ધરમપુર 4
ચીખલી 4
ચોર્યાસી 4
પલસાણા 4
હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો
મિઢોળા નદી પર રિવરફ્રન્ટ પણ પાણીથી ભરાઈ ગયા
બારડોલી નજીક આવેલા મઢીમાં પાણીનાં નિકાલના અભાવે પાણી ભરાઇ ગયું
કડોદના ગામીત ફળિયા, હનુમાન ફળિયામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા
વાંકાનેર ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા
પલસોદ ગામના નીચાણવાળા વિસ્તાર ઉપરાંત હળવતિ વાસમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા
કાછલ ગામે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણીના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાલોડના ઇદગાહ ફળિયા,પટેલ શોપિંગ સેન્ટર,બાપુ નગર,રામ રહીમ નગર, શેઢી ફળિયા, નુરાની ફળિયા, કાલુનગરમાં પાણી ભરાયા


from Divya Bhaskar https://ift.tt/3ay9Gvy
via IFTTT

કોરોનાની સારવાર બાદ 103 વર્ષના ડોરોથીને વિશલિસ્ટ બનાવવાનો શોખ જાગ્યો, ટેટૂથી લઈને બાઈક રાઈડિંગની વિશ પૂરી કરી

હાલ કોરોના મહામારી સામે આખુ વિશ્વ ઝઝૂમી રહ્યું છે, તેવામાં અમેરિકાના મિશિગનમાં રહેતા 103 વર્ષના ડોરોથી લોકોને મસ્ત અંદાજમાં રહેવાની પ્રેરણા આપી રહ્યા છે. ડોરોથી કોરોનાની સારવાર માટે 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા હતા. હોસ્પિટલમાં ડોરોથીએ વિશલિસ્ટ બનાવ્યું હતું અને ઘરે પરત ફરતાં જ તેને અમલમાં પણ મૂક્યું.

ડોરોથી 1 મહિના સુધી આઈસોલેશમા હતાં. ઘરે પરત ફર્યા બાદ તેમણે હાથ પર ટેટૂ પણ બનાવ્યું. તેમનાં વિશલિસ્ટમાં મોટર સાઈકલ રાઈડ પણ સામેલ હતી. ટેટૂ બનાવ્યું તે જ દિવસે તેમણે મોટર સાઈકલ રાઈડ પણ કરી હતી.

ડોરોથી તેમની દીકરી સાથે રહેતા હતા, પરંતુ તેમની દીકરી એક બીમારીના કારણે મૃત્યુ પામી હતી. તેવામાં ડોરોથી કોરોનાથી પીડિત બની. ડોરોથીનું આઈસોલેશ કોઈ જેલ સમાન હતું. ડોરોથીની શ્રવણશક્તિ થોડી ઓછી છે. તેને લીધે હોસ્પિટલમાં પણ મોબાઈલ ફોનથી કોઈ સાથે વાત ન કરી શક્યા. જૂન મહિનામાં ડોરોથીએ તેમનો 103મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ડોરોથી હાલ તેમની પૌત્રી જેવિટ્સ જોન્સ સાથે રહે છે. ડોરોથીએ જેવિટ્સ સામે ગ્રીન ફ્રોગ ટેટૂ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.

ડોરોથીએ એક ટેટૂ પાર્લરમાં બેસીને ટેટૂ કરાવ્યું. ડોરોથીને ફ્રોગ અર્થાત દેડકો ખૂબ પસંદ છે. તેમના ઘરમાં ફ્રોગની ડિઝાઈનની જ્વેલરી સહિતની અનેક આઈટેમ્સ પણ છે. પરફેક્ટ ટેટૂ બને તે માટે ડોરોથી એકદમ સ્થિર રહ્યા હતા. તેમના ડાબા હાથની કોણીની નીચે ફ્રોગ ટેટૂ બનાવ્યું છે. ડોરોથી જણાવે છે કે આ ટેટૂ કરાવતી વખતે તેમને જરા પણ પીડા થઈ નહોતી.

જેવિટ્સ દાદીને ટેટૂ પસંદ આવ્યું તે વાતથી ઘણી ખુશ છે. દાદીને જ્યારે પણ કોઈ મળે છે તો તે ટેટૂ બતાવીને ગર્વ અનુભવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dorothy Was Fond Of Completing A Wishlist At The Age Of 103, From Tattooing To Bike Riding, Every Wish To Fulfill


from Divya Bhaskar https://ift.tt/320MORF
via IFTTT

ભાવનગરમાં રાત્રે સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે ભાવનગરમાં ગઈકાલે દિવસે વિરામ બાદ રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ ધીમીધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના 12 વાગ્યા સુધીમાં સાડા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો અને વહેલી સવાર સુધી વરસાદ શરૂ રહ્યો હતો. ભાવનગર જિલ્લામાં સિઝનનો 78.81 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે.

ધોધમાર વરસાદથી ભાવનગરમાં રસ્તા પર પાણી ભરાયા હતા

ભાવનગર જિલ્લામાં રાત્રીના ધોધમાર વરસાદ વરસ્યો
રાત્રીના સમયે ભારે વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગર જિલ્લાના સિહોર, ઉમરાળા, ઘોઘા અને વલ્લભીપુરમાં રાત્રીના સમયે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ભાદર ડેમની સપાટી 31 ફૂટે પહોંચી
શેત્રુંજી ડેમની સપાટી 33.6 ફુટ પર પહોંચી છે અને 4181 ક્યુસેક આવક શરૂ છે. 6 ઈંચ પાણીની આવક થતાં ડેમ ઓવરફલો થશે. ડેમની કુલ સપાટી 34 ફુટ છે. જ્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટા ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક શરૂ છે. ગોંડલ, લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં પાણીની સપાટી 31.50 ફૂટ પર પહોંચી છે. ભાદર ડેમની કુલ 34 ફૂટની સપાટી છે. આ ડેમ રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પુરું પાડે છે.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ (MMમાં)
ભાવનગર- 87
સિહોર- 39
ઉમરાળા- 30
ઘોઘા- 20
વલ્લભીપુર- 18
પાલિતાણા- 07

(ભરત વ્યાસ, ભાવનગર/ દેવાંગ ભોજાણી, ગોંડલ)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાત્રે ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા


from Divya Bhaskar https://ift.tt/3g7jwWq
via IFTTT

બીજા દેશોને ભારતે 3 મહિનામાં 33 હજાર કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટ્સ વેચી, ગત વર્ષની સરખામણીમાં ઈમ્પોર્ટ 58 કરોડ ઘટ્યું

જ્યારે ભારતમાં કોરોનાવાઈરસનો પ્રથમ કેસ નોંધાયો ત્યારે દેશમાં એક પણ પીપીઈ કિટ બનતી ન હતી. જોકે હવે દેશ પીપીઈ કિટનું મેન્યુફેકચરિંગ કરવામાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ચીન પછી ભારતમાં હાલ રોજ 5 લાખ પીપીઈ કિટ બની રહી છે.

ભારત કિટ બનાવીને દેશમાં વાપરવા પુરતું મર્યાદિત નથી, તે અમેરિકા અને બ્રિટન જેવા દેશોને પણ તેનું વેચાણ કરે છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ, જુલાઈમાં અમેરિકા-બ્રિટન અને UAE સહિત 5 દેશોને ભારતે 23 લાખ પીપીઈ કિટ એક્સપોર્ટ કરી છે.

ભારતે પીપીઈ કિટ ઉપરાંત માસ્ક બનાવવાની કેપિસિટી પણ વધારી દીધી છે. દેશમાં રોજ 3 લાખથી વધુ N-95 માસ્ક બની રહ્યાં છે. પહેલા આટલી મોટી સંખ્યામાં માસ્કનું મેન્યુફેકચરિંગ દેશમાં થતું ન હતું.

ફાર્મા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ વધ્યું, ઈમ્પોર્ટ ઘટ્યું
માત્ર પીપીઈ કિટ અને માસ્ક સુધી નહિ પરંતુ ભારતે ફાર્મા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ પણ વધારી દીધું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ પર ઉપલબ્ધ ડેટા મુજબ, એપ્રિલથી જૂનની વચ્ચે ત્રણ મહિનામાં ફાર્મા પ્રોડકટ્સના ઈમ્પોર્ટમાં 1.41 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે એપ્રિલથી જૂનની વચ્ચે ભારતે બીજા દેશોમાંથી 4 હજાર 172 કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટસ ઈમ્પોર્ટ કરી હતી. જ્યારે આ વર્ષે ત્રણ મહિનામાં અમે 4 હજાર 113 કરોડ રૂપિયાના પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ કર્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફાર્મા પ્રોડક્ટસના ઈમ્પોર્ટમાં 58 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

તેનાથી વિપરીત ત્રણ મહિના દરમિયાન તેના એક્સપોર્ટમાં ગત વર્ષની સરખામણીમાં લગભગ 22 ટકાનો વધારો થયો છે.

કોરોના દરમિયાન ભારતે 150 દેશો સુધી મદદ પહોંચાડી
માર્ચમાં કોરોનાવાઈરસ ચીનમાંથી બીજા દેશમાં આવતા જ વિશ્વમાં ભારતની ડિમાન્ડ વધી ગઈ. તેનું કારણ- હાઈડ્રોક્સીક્લોરીક્વીન દવા છે. આ દવા સામાન્ય રીતે મેલેરિયાને મટાડવામાં રામબાણ છે પરંતુ શરૂઆતમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર પણ તેની સારી અસર જોવા મળી હતી. પછીથી વિશ્વના 100થી વધુ દેશોએ ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરીક્વીન દવા માંગી હતી.

સરકારના આંકડાઓ મુજબ, માત્ર અમેરિકામાં જ ભારતે 5 કરોડ હાઈડ્રોક્સીક્લોરીક્વીન દવાનો સપ્લાય કર્યો હતો. હાઈડ્રોક્સીક્લોરીક્વીનનું ભારત વિશ્વમાં સૌથી મોટું મેન્યુફેકચરર અને એક્સપોર્ટર છે. માત્ર હાઈડ્રોક્સીક્લોરીક્વીન જ નહિ પરંતુ પેરાસિટામોલની ટેબલેટની માંગ પણ વધી ગઈ છે.

જૂનમાં યોજાયેલા યુનાઈટેડ નેશન્સના ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોનામાં ભારતે 150 દેશો સુધી મદદ પહોંચાડી છે.

કોરોના દરમિયાન વિશ્વના દેશોને મદદ કરવા પર યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે ભારતની પ્રશંસા પણ કરી હતી.

જોકે એ વાતની માહિતી મળી શકી નથી કે ભારતે કોરોનાકાળમાં ક્યાં દેશની કેવી રીતે મદદ કરી. જોકે ભારત દર વર્ષે નેપાળ-ભૂતાન સહિત ઘણા દેશોને આર્થિક મદદ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India sells pharma products worth Rs 33,000 crore to other countries in 3 months, imports down 58 crore compared to last year


from Divya Bhaskar https://ift.tt/31YVV5a
via IFTTT

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજા ઓળધોળ થઈ વરસ્યા, સૌથી વધુ તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા ઓળધોળ થઈને વરસ્યા છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના 234 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 11 ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણમાં ખાબક્યો છે. જ્યારે સુરતના માંડવી, તાપીના વ્યારા અને વાલોદ, ગીર સોમનાથના તાલાલામાં 7-7 ઈંચ, નવસારીના વાંસદા, સુરતના મહુવા અને ડાંગના વધઈમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના બારડોલી, તાપીના સોનગઢ, નવસારીના ગણદેવી, મહેસાણાના કડી, ગાંધીનગરના દહેગામ અને આણંદના તારાપુરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 13 તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ
આણંદના સોજીત્રા, પેટલાદ અને ખંભાત, સુરતના ઉમરપાડા, ચોર્યાસી અને પાલસણા, કચ્છના નખત્રાણા અને અંજાર, જામનગરના જોડિયા, વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો છે.

રાજ્યમાં ખાબકેલા 4 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
તાપી ડોલવણ 277
સુરત માંડવી 252
તાપી વ્યારા 185
ગીર સોમનાથ તાલાલા 180
તાપી વાલોદ 178
નવસારી વાંસદા 157
સુરત મહુવા 150
ડાંગ વધઈ 141
સુરત બારડોલી 137
તાપી સોનગઢ 131
નવસારી ગણદેવી 131
મહેસાણા કડી 128
ગાંધીનગર દહેગામ 120
આણંદ તારાપુર 120
આણંદ સોજીત્રા 118
ડાંગ આહવા 116
ભરૂચ અંકલેશ્વર 114
સુરત ઉમરપાડા 114
કચ્છ નખત્રાણા 112
જામનગર જોડિયા 110
વલસાડ ધરમપુર 110
આણંદ પેટલાદ 107
આણંદ ખંભાત 105
નવસારી ચીખલી 105
સુરત ચોર્યાસી 99
સુરત પાલસણા 99
કચ્છ અંજાર 93


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Today 18 August rainfall in Gujarat Last 24 hours Highest 11 inches rain in Dolvan of tapi in State


from Divya Bhaskar https://ift.tt/3149DnZ
via IFTTT

હવે અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોને સિંગાપોર-દુબઇ જેવી 70 માળની ગગનચૂંબી ઇમારતો બનાવવાની મંજૂરી મળશે

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી CGDCR-2017માં ટોલ બિન્ડિંગ–ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે રાજ્યના મોટા શહેરોમાં 70થી વધુ માળની બિલ્ડીંગ બની શકશે
રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ 22-23 માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ: ઊંચાઇ) 1:9 કે વધુ હોય તેને લાગુ થશે.

બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના થશે
આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDAમાં એવા વિસ્તારમાં લાગુ થશે. જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના થશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશિયલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના DP,TPના રસ્તા પર મળવાપાત્ર થશે.

150 મીટરથી વધુ ઉંચાઇ માટે પ્લોટ સાઇઝ 3500 ચો.મીટર હશે
100 થી 150 મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચો.મીટર તેમજ 150 મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચો.મીટર મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ગાંધીનગર જેવા શહેરોનો વધુનો વિકાસ થશે
રહેણાંક,વાણિજ્યક,રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ-વપરાશ મળવાપાત્ર થશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છેકે, અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહ ફાળો છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.

સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકશે
શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે.આવા વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર પ્રતિકાત્મક છે


from Divya Bhaskar https://ift.tt/3g8m7zt
via IFTTT

ગોએર અને સ્પાઇસ જેટ સીટની પોઝિશન પ્રમાણે એક્સ્ટ્રા ચાર્જ વસૂલી રહી છે, મિડલ સીટ માટે ₹49 અને આગળની સીટ લીધી તો ₹1,999 ચૂકવવા પડશે

કોરોના વાઇરસને કારણે સૌથી મોટો ફટકો એરલાઇન્સને પડ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ તો હજી પણ બંધ છે. પરંતુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરો ટ્રાવેલ કરી શકે છે. કોરોનાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા એકબાજુ એરલાઇન્સ કંપનીઓ નવી-નવી સ્કીમ કાઢી રહી છે. તો બીજીબાજુ કંપનીઓએ પેસેન્જર્સ પાસેથી કમાણી કરવાની નવી તક શોધી કાઢી છે. જો તમારે ગોએર અને સ્પાઇસ જેટમાં ટ્રાવેલિંગ કરવું હોય તો તમારે ટિકિટ બુક કર્યા પછી સીટ લેવા માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે. આ ચાર્જ આપ્યા વગર તમે વેબ ચેક ઇન નહીં કરી શકો. તમારે સીટ મેળવવા માટે 49 રૂપિયાથી લઈને 1,999 રૂપિયા ચૂકવવા પડશે.

કોરોનામાં હવે વેબ ચેક ઇન ફરજિયાત બની ગયું છે
​​​​​​​કોરોના પહેલાં જો તમે આગળની અથવા ઇમરજન્સી એક્ઝિટ સીટ અથવા વિંડો સીટ જેવી વધુ સીટ્સ માગો તો જ તેના માટે અલગથી ચાર્જ ચૂકવવાનો રહેતો હતો. પરંતુ મિડલ સીટ્સ માટે ક્યારે એક્સ્ટ્રા પૈસા નહોતા આપવા પડતા. પરંતુ હવે આ સુવિધામાં ફેરફાર કરાયો છે. કોરોનામાં હવે વેબ ચેક ઇન ફરજિયાત થઈ ગયું છે. આવી સ્થિતિમાં જ્યારે તમે ઇન્ટરનેટથી વેબ ચેક ઇન કરો ત્યારે તમને સીટ પસંદ કરવાનું કહેવામાં આવે છે અને સીટ્સ સિલેક્ટ કર્યા બાદ તેના માટે એક્સ્ટ્રા ચાર્જ તરીકે 49 રૂપિયાથી લઈને 1,999 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યાં સુધી તમે આ ચાર્જ નહીં આપો ત્યાં સુધી તમારું વેબ ચેક-ઇન આગળ વધશે નહીં.

કઈ સીટ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
​​​​​​​ગોએર અને સ્પાઇસ જેટે અત્યારે પાછળ અને મિડલ સીટ માટે 99 રૂપિયા નક્કી કર્યા છે. જો તમે પાછળની બાજુએ વિંડો અને સાઇડ સીટ લો તો તેનો ચાર્જ 200 રૂપિયા છે. જો તમે આગળની વિંડો અથવા બાજુની સીટ લો તો તમારે 250થી 500 રૂપિયા આપવા પડશે. મિડલ સીટ માટે 149 ચાર્જ ચૂકવવો પડશે. આટલું જ નહીં, જો તમે સામેની બાજુ અથવા ઇમરજન્સી એક્ઝિટની નજીક સીટ લેશો તો તમારે 1,999 રૂપિયા ચૂકવવા પડશે.

ઇન્ડિગો, વિસ્તારા અને એર ઇન્ડિયા વિન્ડો સીટ માટે ચાર્જ વસૂલી રહી છે
જો કે, DGCAએ આવી મંજૂરી આપી છે કે નહીં તે હજુ નક્કી નથી થયું. પરંતુ એરલાઇન્સ ગ્રાહકો પાસેથી આવા ચાર્જ વસૂલતી હોય છે. ઈન્ડિગો, વિસ્તારા અને એર ઇન્ડિયા જેવી કંપનીઓ તો કોરોના આવ્યો તે પહેલાંની જેમ જ વિંડો સીટ માટે ચાર્જ કરી રહી છે. જો તમારે આ એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવી હોય તો તમારે ટિકિટ દીઠ વધારાના પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

એક્સ્ટ્રા ચાર્જ ન ચૂકવ્યો તો વેબ ચેક ઇન નહીં થાય
આ મામલે એક ગ્રાહક આશિષ મિશ્રા (નામ બદલ્યું છે)એ કહ્યું કે, જ્યારે તેણે વારાણસીથી દિલ્હી જવાના બદલામાં સ્પાઇસ જેટની ટિકિટ બુક કરાવી ત્યારે કંપની દ્વારા સીટ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું અને સાથે તેના માટે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મુસાફરે જણાવ્યું કે, ટિકિટ બુક કરતી વખતે આ તમામ પૈસાની માહિતી આપવામાં આવતી નથી. જ્યારે તમે ટિકિટ બુક કરો અને પછી વેબ ચેક ઇન કરો ત્યારે તમને આ વિશે ખબર પડે છે.

વેબ ચેક ઇન ફરજિયાત બન્યું
​​​​​​​કોરોનાને કારણે સરકારે એક નિયમ લાગુ કર્યો છે કે જ્યાં સુધી તમે વેબ ચેક ઇન નહીંકરો ત્યાં સુધી તમને એરપોર્ટની અંદર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેથી, વેબ ચેક ઇન બધા મુસાફરો માટે ફરજિયાત છે. આ અંગે ગોએરએ કહ્યું કે આ એક નિયમ છે અને તેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
GoAir and SpiceJet are charging extra for the position of the seat, ₹ 49 for the middle seat and ₹ 1,999 for the front seat.


from Divya Bhaskar https://ift.tt/2Ybgryk
via IFTTT

સૂર્યનું સિંહ રાશિમાં પરિવર્તન; સૂર્ય-શનિનો અશુભ યોગ પૂર્ણ થયો, 16 સપ્ટેમ્બર સુધી 8 રાશિના જાતકો માટે શુભ સમય

17 ઓગસ્ટ, સોમવારે સૂર્ય પોતાની રાશિ એટલે સિંહમાં આવી ગયો છે. જેથી સૂર્યનો શુભ પ્રભાવ વધી જશે. આ રાશિમાં આ ગ્રહ 16 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન બારેય રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના સિંહ રાશિમાં આવી જવાથી તેને સિંહ સંક્રાંતિ કહેવામાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં હતો અને પોતાના દુશ્મન ગ્રહ શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો હતો. આ અશુભ યોગના કારણે અનેક લોકો છેલ્લાં એક મહિનાથી પરેશાન ચાલી રહ્યા હતાં. પરંતુ 17 ઓગસ્ટના રોજ સૂર્યના રાશિ બદલવાથી અનેક લોકોને આ અશુભ યોગથી રાહત મળવા લાગશે. સૂર્યના પ્રભાવથી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોના જીવનમાં સારા ફેરફાર આવે તેવી સંભાવના છે. ત્યાં જ, મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

12 માંથી 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશેઃ-

8 રાશિના જાતકો માટે શુભ સમયઃ-

વૃષભ:- સૂર્યના પ્રભાવથી સરકારી પ્રોપર્ટી મળી શકે છે. માનસિક સંતુષ્ટિ મળશે. લગ્નજીવન માટે સારો સમય રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને કામકાજમાં સફળતા મળવાના યોગ છે.

મિથુન:- સરકાર પાસેથી ફાયદો મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને સફળતા મળી શકે છે. મહેનત વધશે પરંતુ સફળતાના યોગ છે. લેખન અથવા મીડિયા સાથે જોડાયેલાં લોકો માટે સારો સમય રહેશે.

કર્ક:- પારિવારિક જીવન માટે સમય શુભ રહેશે. આવક વધી શકે છે. દાંપત્ય જીવન માટે સમય શુભ છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળી શકે છે. ધનલાભ થઇ શકે છે.

સિંહ:- લીડરશિપ અને મેનેજમેન્ટ ક્વોલિટી વધશે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. પ્રમોશનના યોગ છે. રોજિંદા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. આત્મવિશ્વાસ વધશે. અટવાયેલાં કાર્યો અને મોટાં કાર્યો પૂર્ણ થઇ જશે.

તુલા:- મિત્રો અને ભાઇઓ પાસેથી મદદ મળશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સારો સમય છે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. આગળ વધવાનો અવસર મળી શકે છે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે.

વૃશ્ચિક:- નોકરિયાત લોકોના કામથી અધિકારી ખુશ થશે. નવી જવાબદારીઓ મળશે. કામકાજના વખાણ થશે. પ્રોપર્ટીમાં ફાયદો થશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. સુખ વધશે. બિઝનેસમાં ફાયદો થઇ શકે છે.

ધન:- કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ મળશે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. સાથે કામ કરતાં લોકોની પણ મદદ મળશે. નવું કામ શરૂ થશે અને પૂર્ણ પણ થઇ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન:- સ્વાસ્થ્ય માટે સારો સમય છે. દુશ્મનો ઉપર જીત પ્રાપ્ત થઇ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળી શકે છે. માનસિક શાંતિ મળશે. દૂર સ્થાનોની યાત્રા થવાના યોગ છે. નોકરી અથવા બિઝનેસમાં ફેરફારમાં સફળતાના યોગ છે.

4 રાશિના જાતકો માટે અશુભઃ-

મેષ:- સૂર્યના રાશિ બદલવાથી મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. લવ લાઇફ માટે સમય ઠીક નથી. મનમુટાવ થવાના યોગ બની રહ્યા છે. ખોટાં વચનો આપવાથી બચવું પડશે. દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે છે. નોકરિયાત લોકોએ કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવું પડશે. દરેક કામ સાવધાનીથી કરવાં પડશે. ઓફિસમાં થતી રાજનીતિથી પોતાને દૂર રાખવા પડશે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.

કન્યા:- કામકાજમાં ચુનોતીઓ વધી શકે છે. ફાલતૂ ખર્ચ વધવાના યોગ છે. આંખ સાથે સંબંધિત પરેશાની થઇ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. આળસના કારણે અસફળ થઇ શકો છો.

મકર:- દુશ્મનોના કારણે પરેશાન થઇ શકો છો. રહેવા અને કામકાજની જગ્યામાં ફેરફાર થવાના યોગ છે. જીવનમાં ફેરફાર થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. યાત્રાઓમાં નુકસાન થઇ શકે છે.

કુંભ:- દાંપત્ય જીવન માટે સમય ઠીક નથી. પારિવારિક મામલાઓમાં વિવાદ થઇ શકે છે. વૈચારિક મતભેદ થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. રોજિંદા કામકાજમાં તણાવ વધી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The transformation of the Sun into Leo; Sun-Saturn ominous yoga is completed, auspicious time for 8 zodiac births till 16th September


from Divya Bhaskar https://ift.tt/2Fr7yds
via IFTTT

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

રાજ્યમાં કોરોનાના દરરોજ થતાં ટેસ્ટનો આંકડો 50 હજારની નીચે ગયો છે. ગઈકાલે રાજ્યમાં 45,540 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 13,58,364 ટેસ્ટ થયા છે. જેમાથી કુલ પોઝિટિવ કેસનો આંકડો 79,816એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 2802 થયો છે. અત્યારસુધીમાં કુલ 62,567 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14,435 એક્ટિવ કેસમાંથી 69 વેન્ટિલેટર પર છે જ્યારે 14366 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે 24 કલાકમાં રાજ્યમાં નવા 1033 કેસ સામે આવ્યા છે અને 15 દર્દીના મૃત્યુ થયા છે, તો 1083 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
કુલ આંક 63872 1822 54058

રાજ્યમાં 79,816 કેસ, 2,802 મોત અને કુલ 62,679 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 29,162 1,662 24,064
સુરત 17,157 555 13,779
વડોદરા 6491 113 5115
ગાંધીનગર 1984 49 1662
ભાવનગર 2122 35 1751
બનાસકાંઠા 876 16 890
આણંદ 638 14 599
અરવલ્લી 354 25 291
રાજકોટ 3364 66 1834
મહેસાણા 1305 25 763
પંચમહાલ 957 17 549
બોટાદ 396 5 280
મહીસાગર 481 2 369
પાટણ 795 36 723
ખેડા 829 15 705
સાબરકાંઠા 599 8 485
જામનગર 1482 23 962
ભરૂચ 1223 11 932
કચ્છ 937 26 601
દાહોદ 922 5 615
ગીર-સોમનાથ 740 8 543
છોટાઉદેપુર 225 2 197
વલસાડ 872 8 738
નર્મદા 489 0 433
દેવભૂમિ દ્વારકા 135 4 81
જૂનાગઢ 1377 24 1059
નવસારી 746 7 604
પોરબંદર 205 4 157
સુરેન્દ્રનગર 1059 8 707
મોરબી 596 13 404
તાપી 212 3 185
ડાંગ 30 0 23
અમરેલી 911 11 496
અન્ય રાજ્ય 145 2 83
કુલ 79,816 2,802 62,679


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, total of 79,816 positive cases in the state, 62,567 patients were discharged and 2802 died


from Divya Bhaskar https://ift.tt/2E29bht
via IFTTT

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...