રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા ઓળધોળ થઈને વરસ્યા છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના 234 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 11 ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણમાં ખાબક્યો છે. જ્યારે સુરતના માંડવી, તાપીના વ્યારા અને વાલોદ, ગીર સોમનાથના તાલાલામાં 7-7 ઈંચ, નવસારીના વાંસદા, સુરતના મહુવા અને ડાંગના વધઈમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના બારડોલી, તાપીના સોનગઢ, નવસારીના ગણદેવી, મહેસાણાના કડી, ગાંધીનગરના દહેગામ અને આણંદના તારાપુરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 13 તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ
આણંદના સોજીત્રા, પેટલાદ અને ખંભાત, સુરતના ઉમરપાડા, ચોર્યાસી અને પાલસણા, કચ્છના નખત્રાણા અને અંજાર, જામનગરના જોડિયા, વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો છે.
રાજ્યમાં ખાબકેલા 4 ઈંચથી વધુ વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
તાપી | ડોલવણ | 277 |
સુરત | માંડવી | 252 |
તાપી | વ્યારા | 185 |
ગીર સોમનાથ | તાલાલા | 180 |
તાપી | વાલોદ | 178 |
નવસારી | વાંસદા | 157 |
સુરત | મહુવા | 150 |
ડાંગ | વધઈ | 141 |
સુરત | બારડોલી | 137 |
તાપી | સોનગઢ | 131 |
નવસારી | ગણદેવી | 131 |
મહેસાણા | કડી | 128 |
ગાંધીનગર | દહેગામ | 120 |
આણંદ | તારાપુર | 120 |
આણંદ | સોજીત્રા | 118 |
ડાંગ | આહવા | 116 |
ભરૂચ | અંકલેશ્વર | 114 |
સુરત | ઉમરપાડા | 114 |
કચ્છ | નખત્રાણા | 112 |
જામનગર | જોડિયા | 110 |
વલસાડ | ધરમપુર | 110 |
આણંદ | પેટલાદ | 107 |
આણંદ | ખંભાત | 105 |
નવસારી | ચીખલી | 105 |
સુરત | ચોર્યાસી | 99 |
સુરત | પાલસણા | 99 |
કચ્છ | અંજાર | 93 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3149DnZ
via IFTTT
No comments:
Post a Comment