કોરોના વાઇરસને કારણે સૌથી મોટો ફટકો એરલાઇન્સને પડ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ તો હજી પણ બંધ છે. પરંતુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરો ટ્રાવેલ કરી શકે છે. કોરોનાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા એકબાજુ એરલાઇન્સ કંપનીઓ નવી-નવી સ્કીમ કાઢી રહી છે. તો બીજીબાજુ કંપનીઓએ પેસેન્જર્સ પાસેથી કમાણી કરવાની નવી તક શોધી કાઢી છે. જો તમારે ગોએર અને સ્પાઇસ જેટમાં ટ્રાવેલિંગ કરવું હોય તો તમારે ટિકિટ બુક કર્યા પછી સીટ લેવા માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે. આ ચાર્જ આપ્યા વગર તમે વેબ ચેક ઇન નહીં કરી શકો. તમારે સીટ મેળવવા માટે 49 રૂપિયાથી લઈને 1,999 રૂપિયા ચૂકવવા પડશે.
કોરોનામાં હવે વેબ ચેક ઇન ફરજિયાત બની ગયું છે
કોરોના પહેલાં જો તમે આગળની અથવા ઇમરજન્સી એક્ઝિટ સીટ અથવા વિંડો સીટ જેવી વધુ સીટ્સ માગો તો જ તેના માટે અલગથી ચાર્જ ચૂકવવાનો રહેતો હતો. પરંતુ મિડલ સીટ્સ માટે ક્યારે એક્સ્ટ્રા પૈસા નહોતા આપવા પડતા. પરંતુ હવે આ સુવિધામાં ફેરફાર કરાયો છે. કોરોનામાં હવે વેબ ચેક ઇન ફરજિયાત થઈ ગયું છે. આવી સ્થિતિમાં જ્યારે તમે ઇન્ટરનેટથી વેબ ચેક ઇન કરો ત્યારે તમને સીટ પસંદ કરવાનું કહેવામાં આવે છે અને સીટ્સ સિલેક્ટ કર્યા બાદ તેના માટે એક્સ્ટ્રા ચાર્જ તરીકે 49 રૂપિયાથી લઈને 1,999 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યાં સુધી તમે આ ચાર્જ નહીં આપો ત્યાં સુધી તમારું વેબ ચેક-ઇન આગળ વધશે નહીં.
કઈ સીટ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
ગોએર અને સ્પાઇસ જેટે અત્યારે પાછળ અને મિડલ સીટ માટે 99 રૂપિયા નક્કી કર્યા છે. જો તમે પાછળની બાજુએ વિંડો અને સાઇડ સીટ લો તો તેનો ચાર્જ 200 રૂપિયા છે. જો તમે આગળની વિંડો અથવા બાજુની સીટ લો તો તમારે 250થી 500 રૂપિયા આપવા પડશે. મિડલ સીટ માટે 149 ચાર્જ ચૂકવવો પડશે. આટલું જ નહીં, જો તમે સામેની બાજુ અથવા ઇમરજન્સી એક્ઝિટની નજીક સીટ લેશો તો તમારે 1,999 રૂપિયા ચૂકવવા પડશે.
ઇન્ડિગો, વિસ્તારા અને એર ઇન્ડિયા વિન્ડો સીટ માટે ચાર્જ વસૂલી રહી છે
જો કે, DGCAએ આવી મંજૂરી આપી છે કે નહીં તે હજુ નક્કી નથી થયું. પરંતુ એરલાઇન્સ ગ્રાહકો પાસેથી આવા ચાર્જ વસૂલતી હોય છે. ઈન્ડિગો, વિસ્તારા અને એર ઇન્ડિયા જેવી કંપનીઓ તો કોરોના આવ્યો તે પહેલાંની જેમ જ વિંડો સીટ માટે ચાર્જ કરી રહી છે. જો તમારે આ એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવી હોય તો તમારે ટિકિટ દીઠ વધારાના પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.
એક્સ્ટ્રા ચાર્જ ન ચૂકવ્યો તો વેબ ચેક ઇન નહીં થાય
આ મામલે એક ગ્રાહક આશિષ મિશ્રા (નામ બદલ્યું છે)એ કહ્યું કે, જ્યારે તેણે વારાણસીથી દિલ્હી જવાના બદલામાં સ્પાઇસ જેટની ટિકિટ બુક કરાવી ત્યારે કંપની દ્વારા સીટ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું અને સાથે તેના માટે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મુસાફરે જણાવ્યું કે, ટિકિટ બુક કરતી વખતે આ તમામ પૈસાની માહિતી આપવામાં આવતી નથી. જ્યારે તમે ટિકિટ બુક કરો અને પછી વેબ ચેક ઇન કરો ત્યારે તમને આ વિશે ખબર પડે છે.
વેબ ચેક ઇન ફરજિયાત બન્યું
કોરોનાને કારણે સરકારે એક નિયમ લાગુ કર્યો છે કે જ્યાં સુધી તમે વેબ ચેક ઇન નહીંકરો ત્યાં સુધી તમને એરપોર્ટની અંદર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેથી, વેબ ચેક ઇન બધા મુસાફરો માટે ફરજિયાત છે. આ અંગે ગોએરએ કહ્યું કે આ એક નિયમ છે અને તેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ybgryk
via IFTTT
No comments:
Post a Comment