દુનિયામાં સૌપ્રથમ કોરોના વેક્સિન વિકસિત કરવાનો દાવો કરનારા રશિયાએ વેક્સિનનો પ્રથમ જથ્થો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. તેણે વેક્સિનનું નામ સ્પુટનિક-વી રાખ્યું છે જે મોસ્કો દ્વારા 1957માં લોન્ચ કરાયેલા અંતરિક્ષ ઉપગ્રહના નામે છે.
આ દરમિયાન એક રિપોર્ટમાં કહેવાયું છે કે વેક્સિન પર શોધ માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ 7થી 10 દિવસમાં શરૂ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યાનુસાર મોસ્કોની ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનના પરીક્ષણમાં હજારો વોલેન્ટિયર ભાગ લેશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સોમવારે અમે રિસર્ચ રજિસ્ટ્રેશન પછી પ્રોટોકોલ જાહેર કરીશું. ગામલેયા ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એલેક્ઝાન્ડર જિન્સ્ટબર્ગે કહ્યું કે દેશહિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા પ્રોટોકોલ એક અઠવાડિયામાં જારી કરી દેવાશે.
ભારતીય કંપનીઓએ રશિયાથી વેક્સિનના પ્રથમ અને બીજાં તબક્કાની ટ્રાયલની વિગતો માગી
ભારતીય કંપનીઓએ રશિયાએ તૈયાર કરેલ વેક્સિન સ્પુટનિક-વીના પ્રથમ અને બીજાં તબક્કાની ક્લિનિકલ ટ્રાયલની વિગતો માગી છે. રશિયાની સરકારના મુખપત્રના રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓએ રશિયાના ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(આરડીઆઈએફ) સમક્ષ આગ્રહ કર્યો છે કે તે તેમને આ મામલે માહિતી પૂરી પાડે. રશિયામાં ભારતનીય દૂતાવાસના સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે કંપનીઓએ એમ પણ કહ્યું છે કે નિયામક દ્વારા લીલી ઝંડી મળ્યાં બાદ આ વેક્સિનની આયાત તથા ભારતમાં જ ઉત્પાદન કરવાની ઈચ્છુક છે.
શિવસેનાનો કટાક્ષ- આપણે પાપડ જેવા અનોખા ઉપાય કરી રહ્યાં છીએ
શિવસેનાએ વેક્સિન બનાવવા મામલે રશિયાની પ્રશંસા કરી કટાક્ષ કર્યો હતો. તેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં કહ્યું કે રશિયા આત્મનિર્ભરતાનો પાઠ ભણાવી રહ્યું છે, ભારત ભાભીજી પાપડ જેવા અનોખા ઉપાયો કરી રહ્યું છે. રાઉતે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુટિને આ વેક્સિન કોરોના ચેપગ્રસ્ત તેમની દીકરીને અપાવી જેથી તે વેક્સિનની ક્ષમતા મામલે દેશના લોકોનો વિશ્વાસ જીતી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g6jfD0
via IFTTT
No comments:
Post a Comment