Sunday, August 16, 2020

ગુજરાતના બનાસકાંઠામાં કોરોનાને ભૂલી લોકોએ નદીમાં નહાવાની મજા માણી

રાજસ્થાનમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે જયપુર સહિતના અનેક શહેરોમાં પાણી ભરી વળ્યાં હતા. રાજસ્થાનના વરસાદને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ નવું પાણી આવી રહ્યું છે. રાજસ્થાનમાં થઈ રહેલા વરસાદથી બનાસ નદીમાં પાણી આવ્યું છે અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

કોરોના કાળ ચાલતો હોવા છતાં કોઈ પણ પ્રકારના સંક્રમણના ભય વિના લોકોએ નાહવાની મજા માણી હતી. જો કે કોરોનાને કારણે કોઈ સાવચેતી ન રખાતા જો વાઈરસ મજા માણવા ગયેલા લોકોને લાગશે તો બનાસકાંઠામાં કોરોનાના કેસ વધી જવાની પૂરી સંભાવના છે. સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે છતાં લોકો દ્વારા કોઈપણ પ્રકારની સાવધાની રાખવામાં આવતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 


from Divya Bhaskar https://ift.tt/3h2NL1T
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...