પાકિસ્તાનની 40 મહિલા પત્રકાર અને ટિપ્પણીકારોએ સત્તારૂઢ પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઇ) સાથે જોડાયેલા લોકો સામે આક્ષેપ કર્યો છે કે સરકારની ટીકા કરવા બદલ તેમની સામે સોશિયલ મીડિયામાં દ્વેષપૂર્ણ હુમલા કરાઇ રહ્યા છે. વિવિધ મીડિયા હાઉસ અને માધ્યમો સાથે જોડાયેલી 40 મહિલા પત્રકાર, ટિપ્પણીકારો અને એક્ટિવિસ્ટ્સે ટિ્વટર પર સંયુક્ત નિવેદનમાં કહ્યું હુમલા તેમના માટે કામ કરવું મુશ્કેલ બનાવી રહ્યા છે.
આ હુમલામાં અલગ વિચાર ધરાવતી મહિલાઓ, પીટીઆઇ સરકારની ટીકા કરતા સમાચારો પર કામ કરતી અને ખાસ કરીને કોરોના સંબંધી સમાચારો પર કામ કરતી પત્રકારોને નિશાન બનાવાઇ રહી છે. નિવેદનમાં ભારપૂર્વક જણાવાયું છે કે ઓનલાઇન હુમલા માટે સરકારી અધિકારીઓ દ્વારા ઉશ્કેરણી કરાય છે. નિવેદન પર સહી કરનારાઓમાં વરિષ્ઠ પત્રકાર મેહમાલ સરફરાજ, બેનઝિર શાહ, અસ્મા શિરાઝી, રીમા અમેર અને મુનીજ જહાંગીર સામેલ છે. તેમણે જણાવ્યું કે મહિલા પત્રકારો અને વિશ્લેષકોની ગુપ્ત માહિતી જાહેર કરી દેવાઇ છે.
માનવાધિકાર મંત્રી શિરીન મજારીએ કહ્યું કે મહિલા પત્રકારોને નિશાન બનાવાય છે અને તેમને અપશબ્દો પણ કહેવાય છે તે જાણીને બહુ દુ:ખ થઇ રહ્યું છે. મહિલા પત્રકારોએ આક્ષેપ કર્યો છે કે તેમની તસવીરો-વીડિયો મૉર્ફ કરાયા છે. મીડિયામાં મહિલાઓને માત્ર તેમના કામ માટે નહીં પણ મહિલા હોવા બદલ પણ નિશાન બનાવાય છે. કારણે ઘણા પત્રકારો અને એક્ટિવિસ્ટ હવે માહિતી શૅર કરવાનું ટાળે છે, ઓનલાઇન પ્લેટફોર્મ પર એક્ટિવ થતાં ખચકાય છે.
પાક.ના માનવાધિકાર પંચે પણ ટિ્વટ કરી છે, જેમાં જણાવાયું છે કે મહિલા પત્રકારોનું કહેવું છે કે તેઓ ઓનલાઇન પ્લેટફોર્મનો સક્રિયપણે ઉપયોગ કરી શકતી નથી, જેનાથી પત્રકારત્વમાં લોકોનો વિશ્વાસ ઘટે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31Sfn3s
via IFTTT
No comments:
Post a Comment