16 ઓગસ્ટ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- પરિવારમાં પ્રોપર્ટી અથવા કોઇ અન્ય મુદ્દાને લઇને જે ગેરસમજ ચાલી રહી હતી તે આજે કોઇ મધ્યસ્થતાથી દૂર થશે. જેના કારણે પરિણામનું વાતાવરણ સારું રહેશે.
નેગેટિવઃ- બહારના વ્યક્તિઓની સલાહ ઉપર અસર ન કરો પરંતુ ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળવાની સંભાવના ઓછી છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધમાં પોઝિટિવ અને સહયોગાત્મક પૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી થઇ શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર રહેશે. તેમની સલાહ તમારા માટે હિતકારી રહેશે. આર્થિક સ્થિતિઓ સારી રહેશે.
નેગેટિવઃ- તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત રાખવી જરૂરી છે. કોઇને કોઇ સમયે આળસના કારણે તમે થોડાં કાર્યોને નજરઅંદાજ કરી શકો છો.
વ્યવસાયઃ- આજે થોડાં અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
લવઃ- ઘરની જરૂરિયાતો અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમારો સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાને ઓળખો. ઘર અને સમાજમાં તમારી કોઇ વિશેષ ઉપલબ્ધિને લઇને તમે સન્માનિત થશો.
નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડાં લોકોમાં ઈર્ષ્યા અને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. તમે બધાને નજરઅંદાજ કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખશો.
વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાયને વધારે ઉન્નતિ પ્રાપ્ત થશે
લવઃ- આજે વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેન થઇ શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજે કોઇ કોર્ટ-કચેરી સંબંધિત નિર્ણય તમારા હકમાં રહી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે લાભ લઇને આવી રહી છે. કોઇ રાજનૈતિક વ્યક્તિ દ્વારા તમને કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- આવક સાથે-સાથે વ્યય પણ થશે. તમારી કોઇપણ યોજના સાર્વજનિક રહેશે નહીં. કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓના પેપર વર્કમાં ગડબડ થઇ શકે છે.
લવઃ- પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- વારસાગત પ્રોપર્ટી સાથે સંબંધિત કોઇ મામલો ચાલી રહ્યો છે તો આજે તેના અંગે વિચાર કરવાનો યોગ્ય સમય છે. થોડાં અધૂરા કાર્યો ઉપર ધ્યાન આપો.
નેગેટિવઃ- તમારો ગુસ્સો તમારા બનતાં કાર્યોને બગાડી શકે છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઇપણ સંપર્ક રાખશો નહીં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મશીનને લગતી કોઇ દુર્ઘટના થઇ શકે છે.
લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથી તથા પારિવારિક લોકોની સલાહ ઉપર ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- કબજિયાતની તકલીફ રહેશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે પારિવારિક કોઇ યુવા વ્યક્તિ સાથે મહત્ત્વપૂર્ણ વાત ઉપર વિચાર વિમર્શ થઇ શકે છે, જેના દ્વારા તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. જમીન સંબંધિત કાર્યોમાં રોકાણ કરવાની પણ યોજના બનશે.
નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અન્યની વાતોમાં શંકા કરવા લાગશો. સંબંધોમાં ખટાસ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા સ્વભાવ અને વિચારોને પોઝિટિવ રાખીને પરિસ્થિતિઓને શ્રેષ્ઠ બનાવી શકો છો.
વ્યવસાયઃ- કોઇ દગાબાજી થવાની સંભાવના છે.
લવઃ- પતિ-પત્ની બંને વ્યસ્ત હોવાથી ઘરમાં સમય આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- આ સમયે તણાવ લેશો નહીં.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેના માટે યોગ્ય સમય છે. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- જો ઘરમાં વાતાવરણ શાંતિપૂર્ણ રાખવું હોય તો કોઇ સંબંધી કે મિત્રની દખલ ઘરમાં થવા દેશો નહીં.
વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવાં.
લવઃ- પતિ-પત્નીનો સહયોગ ઘરના વાતાવરણને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાન હેલ્ધી રાખો.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વધારે તણાવ અનુભવ કરશે. ભવિષ્યમાં તેના સાથે સંબંધિત જોબના અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- બાળકો સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવો. તેમના ઉપર વધારે અંકુશ રાખવો તમને જિદ્દી બનાવી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે.
લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશર છે તેમણે ધ્યાન રાખવું.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- પ્રોપર્ટી સાથે સંબંધિત કોઇ અધૂરું પડેલું કામ તમારા હકમાં આવી શકે છે. સંબંધીઓના કોઇ વિવાદપૂર્ણ મામલાઓમાં તમારો સહયોગ રહેશે.
નેગેટિવઃ- કોઇપણ જગ્યાએ સહી કરતાં પહેલાં પેપરોને ધ્યાનથી વાંચી લેવાં. આજે કોઇ વ્યક્તિ તમારી સાથે ચીટિંગ કરી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કોઇપણ ગતિવિધિને નજરઅંદાજ કરશો નહીં.
લવઃ- પ્રેમ સંબંધોમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી જલ્દી લગ્ન લેવાશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ જીવનમાં થોડાં પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ બનાવી રહ્યું છે. આ સમયે તમને લાભ થશે.
નેગેટિવઃ- આ સમયે તમારા ઉગ્ર સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે. આજે પણ મામાપક્ષ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતું રહેશે.
લવઃ- કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- સંતાન સંબંધિત ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન થવાથી પરિવારને રાહત મળશે. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધા સંબંધિત કાર્યોમાં કોઇની હેલ્પ મળવાથી આત્મવિશ્વાસ વધશે.
નેગેટિવઃ- તમે તમારા ખર્ચ ઉપર અંકુશ રાખો. અચાનક જ કોઇ ખર્ચ આવી જવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે વાદ-વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં આજકાલ જે વિસ્તાર સંબંધિત યોજના બની રહી છે તેને લઇને ગંભીર વિચાર કરો
લવઃ- પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવા માટે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.
સ્વાસ્થ્યઃ- જૂની બીમારી ફરી થઇ શકે તેવી સંભાવના છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે તમે કોઇપણ કાર્ય ઉતાવળમાં ન કરીને તેના દરેક સ્તર અંગે વિચાર કરો. જેથી તમારી ઉન્નતિનો માર્ગ ખુલશે. સાથે જ, તમારા આત્મવિશ્વાસ અને પ્રતિભાનો પણ વિકાસ થશે.
નેગેટિવઃ- ઘરના વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓનું અપમાન અથવા અવહેલના બિલકુલ ન કરશો. અકારણ ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- વધારે નફાના ચક્કરમાં કોઇ અનૈતિક કાર્ય કરવાથી બચવું.
લવઃ- પતિ-પત્નીમાં રોમેન્ટિક સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાનીથી આજે છુટકારો મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aAbvrR
via IFTTT
No comments:
Post a Comment