પદ્મવિભૂષણથી સન્માનિત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- પંડિત જસરાજની વિદાય શાસ્ત્રીય સંગીતની દુનિયા માટે બહુ મોટી ખોટ તો છે જ, મારું અંગત નુકસાન પણ છે. તેઓ મારા મોટા ભાઇ હતા. 1960-61ના દાયકામાં અમે બન્ને ઘણા પ્રોગ્રામ-ફેસ્ટિવલમાં સાથે પ્રસ્તુતિ આપતા હતા. ક્યારેક અમે તેમનાથી પહેલાં, ક્યારેક તેઓ અમારાથી પહેલાં. પદ્મશ્રી સન્માન પણ 1975માં અમને બન્નેને સાથે જ મળ્યું. સંગીત સુંદર બગીચા જેવું હોય છે, જેમાં જુદા-જુદા રંગના, જુદી-જુદી સુગંધના ફૂલો હોય છે. બગીચામાંથી જે ફૂલ જતું રહે છે તે પાછું નથી આવતું, હવે બીજા જસરાજ પેદા નહીં થઇ શકે.
પંડિત જસરાજ સ્વભાવે પણ બહુ સારા અને મિલનસાર હતા. તેમનો એક પરિવાર મુંબઇમાં છે અને એક અમેરિકામાં. તેઓ અડધો સમય અમેરિકામાં વીતાવતા અને અડધો સમય મુંબઇમાં રહેતા. તેમના શિષ્યોની લાંબી શૃંખલા છે. તેઓ માત્ર શીખવતા નહોતા, વ્યક્તિગત ધોરણે મદદ પણ કરતા. તેમના શિષ્યો તેમની ગાયિકીની પરંપરાને ચોક્કસપણે આગળ વધારશે. અમદાવાદ-ગુજરાત સાથે તેમનો બહુ જૂનો નાતો હતો. હૈદરાબાદમાં તેમના પૂર્વજોની સમાધિ વગેરે છે. આ શહેરો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો. તેઓ પોતાને મેવાતી ઘરાનાના કહેતા. તેમણે ગાયિકીને એક અલગ અંદાજ, અલગ ઓળખ આપ્યા.
શાસ્ત્રીય સંગીતના સુવર્ણયુગના ગાયકો પૈકી અંતિમ મહાન ગાયક પંડિત જસરાજ જ હતા. પંડિતજી ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ ગુરુ ગુલામ અલી ખાં સાહેબ, અમીર ખાં સાહેબ, પંડિત ભીમસેન જોશી, પંડિત કુમાર ગંધર્વ, ગિરિજા દેવી, બેગમ અખ્તર વગેરેની પરંપરાના તેઓ અંતિમ ગાયક હતા. તેઓ 80મો જન્મદિન મનાવી રહ્યા હતા ત્યારે મેં ફોન કરીને કહ્યું હતું કે તમે 80 વર્ષના લાગતા તો નથી. તાજેતરમાં ટીવી પર આવી રહ્યું હતું કે તેઓ 90 વર્ષના પણ થઇ ગયા હતા પણ મને તો યંગ જસરાજનો ચહેરો જ યાદ રહેશે. પંડિતજીના અવાજમાં અસર, તાસીર, કશિશ હતા. તેઓ ગાતા ત્યારે લાગતું કે ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ આવો જ હતો. હવે તે અવાજ થંભી ગયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gcVrh6
via IFTTT
No comments:
Post a Comment