શનિવારે દેશમાં સંક્રમણને કારણે મૃત્યુઆંક 50 હજારને પાર ગયો છે, આ ખૂબ જ ખરાબ સમાચાર છે. સ્થિતિ એ છે કે, છેલ્લા 10 દિવસમાં જ 10 હજાર લોકોના મોત થયા છે. આ ઝડપ સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી મોત મૃત્યુ 11 માર્ચે થયું હતું. ત્યારપછી, 97 દિવસમાં મોતની સંખ્યા 10 હજારે પહોંચી ગઈ.
આ પછી તો મોતની ઝડપ એટલી વધી ગઈ કે આગામી 40 દિવસની અંદર જ સંક્રમણથી થતા મોતનો આંકડો 10 હજારથી વધીને 50 હજાર થઈ ગયો હતો. ભારત સૌથી વધુ મોત થનારા દેશમાં હવે વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. વિશ્વમાં કોરોનાને કારણે અંદાજે 7 લાખ 63 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી, 6.5% લોકો ભારતના હતા. એટલે કે, કોરોનાથી દુનિયામાં પોતાનો જીવ ગુમાવનારા દર 100 દર્દીઓમાંથી 7 ભારતીય છે.
ડિસેમ્બર સુધીમાં 1.74 લાખથી વધુ લોકોના મોત થવાની શક્યતા
અત્યારે વિશ્વમાં રોજના સૌથી વધારે મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થાય છે. વિશ્વના કુલ મૃત્યુ પૈકી 18.83% અમેરિકાના, 16.93% બ્રાઝિલના અને 16.65% ભારતના છે. આ આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે, જો આ જ રીતે મૃતકાંક વધતો રહેશે તો ડિસેમ્બર એટલે કે આ વર્ષના અંત સુધીમાં દેશમાં સંક્રમણને કારણે 1.74 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવશે. હાલમાં ભારતમાં દરરોજ સરેરાશ 900 લોકોના મોત થાય છે.
અમેરિકામાં સૌથી ઝડપી 50 હજાર દર્દીઓનાં મોત થયાં
વિશ્વમાં ચાર દેશ એવા છે કે જ્યાં સંક્રમણને કારણે 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાં અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો અને ભારતનો સમાવેશ થાય છે. અમેરિકામાં સૌથી વધુ ઝડપથી 61 દિવસમાં જ 50 હજાર મોત થઈ ગયા હતા. બ્રાઝિલમાં આટલા જ મોત 95 દિવસમાં અને મેક્સિકોમાં 142 દિવસમાં થયાં હતાં.
દર 10 લાખ વસ્તીમાં 36 લોકોના મોત થઇ રહ્યા છે
વિશ્વના પાંચ દેશો જ્યાં સૌથી વધુ મોત થયા છે. તેમાંથી, ભારત એકમાત્ર એવો દેશ છે કે, જ્યાં દર 10 લાખ વસ્તીએ ઓછામાં ઓછા મોત થાય છે. અહીંયા દર 10 લાખ વસ્તીમાં 36 લોકો જીવ ગુમાવી રહ્યા છે. આટલી જ વસ્તીની વાત કરવામાં આવે તો અમેરિકામાં 518, બ્રાઝિલમાં 501, મેક્સિકોમાં 433 અને યૂકેમાં 609 મોત થાય છે.
મોતનો આંકડો વધે છે, પણ મૃત્યુદર ઘટે છે
દેશમાં સંક્રમણને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો કે, રાહતની વાત છે કે, જેટલી ઝડપથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેટલી જ ઝડપથી મોતની સંખ્યા નથી વધી રહી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનના પહેલા અઠવાડિયામાં મૃત્યુ દર 2.1% હતો. તે પછી એપ્રિલમાં વધીને 2.83% થયો હતો. જૂનના બીજા અઠવાડિયામાં મૃત્યુ દર 3.36% હતો. હવે તે સતત ઘટી રહ્યો છે. હાલમાં, મૃત્યુ દર 1.8% છે.
દેશના કુલ મોતના 71% ફક્ત પાંચ રાજ્યોમાં જ થયા છે
દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુમાં 71.94% તો માત્ર પાંચ રાજ્યોના જ છે. જેમાં મહારાષ્ટ્રમાં 39.45%, તમિલનાડુમાં 11.22%, દિલ્હીમાં 8.35% અને કર્ણાટકમાં 7.43% લોકોના મોત થયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Y79ONs
via IFTTT
No comments:
Post a Comment