Thursday, August 13, 2020

સૌથી ઊંચી ગણેશ મૂર્તિ માટે પ્રસિદ્ધ ખૈરતાબાદમાં આ વર્ષે 9 ફૂટની ગણેશ મૂર્તિ હશે, ગયા વર્ષે 1 કરોડ રૂપિયામાં 61 ફૂટ ઊંચી મૂર્તિ બની હતી

22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે. હૈદરાબાદના ખૈરતાબાદ સૌથી ઊંચી ગણેશ મૂર્તિ માટે પ્રસિદ્ધ છે. 1954 પછી દર વર્ષે અહીં ગણેશ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ વર્ષે કોરોનાના કારણે ખૈરતાબાદમાં માત્ર 9 ફૂટ ઊંચી મૂર્તિ વિરાજિત કરવામાં આવશે. ગયા વર્ષે અહીં 1 કરોડ રૂપિયાની 61 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.

ખૈરતાબાદ ગણેશ ઉત્સવના આયોજક એસ. રાજકુમારના જણાવ્યાં પ્રમાણે અહીં ધનવંતરિ સ્વરૂપમાં ગણેશજી સ્થાપિત કરવામાં આવશે. ભગવાન ધનવંતરિ આયુર્વેદના દેવતા છે. 5 ઓગ્સટથી અમે ગણેશ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. લગભગ 8-10 કલાકાત મૂર્તિ બનાવવામાં જોડાયા છે. 22 ઓગસ્ટ પહેલાં આ મૂર્તિ બનીને તૈયાર થઇ જશે. કોરોનાના કારણે આ વર્ષે વધારે ભવ્ય રીતે ઉત્સવ ઉજવવામાં આવશે નહીં. ગણેશ મૂર્તિનું નિર્માણ અને અન્ય ડેકોરેશનનું બજેટ અમે 10 લાખ રૂપિયા રાખ્યું છે.

આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ ધનવંતરિ સ્વરૂપમાં રહેશે
આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ ધનવંતરિ સ્વરૂપમાં રહેશે

એસ. રાજકુમારના જણાવ્યાં પ્રમાણે, ગયા વર્ષે અમે ખૂબ જ મોટા પાયે આયોજન કર્યું હતું. લગભગ 1 કરોડ રૂપિયામાં 61 ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ થયું હતું. આ મૂર્તિ લગભગ 50 ટનની હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. મૂર્તિની ઊંચાઈ લગભગ 9 ફૂટ છે અને તેનું વજન લગભગ 500 કિલો રહેશે. આ આયોજન ખૂબ જ સામાન્ય રહેશે.

આ મૂર્તિ 2019ની છે. તેનું વજન લગભગ 50 ટન હતું. ક્રેનની મદદથી તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું
આ મૂર્તિ 2019ની છે. તેનું વજન લગભગ 50 ટન હતું. ક્રેનની મદદથી તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું

નિયમોનું પાલન કરીને ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશેઃ-
ગણેશ મૂર્તિ બનાવવાનું કામ કરતાં બધા જ કલાકાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું પાલન કરી રહ્યા છે. બધા જ માસ્ક પહેરીને મૂર્તિ બનાવી રહ્યા છે. ગણેશ ઉત્સવ પણ શાસન દ્વારા નક્કી કરેલાં નિયમોનું પાલન કરીને ઉજવવામાં આવશે.

આ 2018માં સ્થાપિત કરવામાં આવેલી ગણેશ મૂર્તિની તસવીર છે. આટલી મોટી મૂર્તિને 100-150 કિલો ફૂલની માળા પહેરાવવામાં આવતી હતી
આ 2018માં સ્થાપિત કરવામાં આવેલી ગણેશ મૂર્તિની તસવીર છે. આટલી મોટી મૂર્તિને 100-150 કિલો ફૂલની માળા પહેરાવવામાં આવતી હતી

1954 થી દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છેઃ-
ખૈરતાબાદ ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના 1954માં સ્વતંત્રતા સંગ્રામ સેનાની એસ. શંકરય્યાએ કર્યું હતું. ત્યારથી અહીં ગણેશજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. એસ. શંકરય્યા પછી તેમના ભાઈ એસ. સુદર્શન સાથે એસ. રાજકુમાર અને તેમનો પરિવાર ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. ગયા વર્ષે અહીં ગણેશ ઉત્સવમાં 60-70 હજાર લોકો રોજ દર્શન કરવા માટે આવતાં હતાં. પરંતુ, આ વર્ષે આવું આયોજન થઇ શકશે નહીં.

આ 2017માં સ્થાપિત કરવામાં આવેલાં ગણેશજીની તસવીર છે.
આ 2017માં સ્થાપિત કરવામાં આવેલાં ગણેશજીની તસવીર છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Khairatabad, famous for its tallest Ganesha idol, will have a 9-foot Ganesha idol this year, up from 61 feet last year at a cost of Rs 1 crore.


from Divya Bhaskar https://ift.tt/2Cqzkpv
via IFTTT

No comments:

Post a Comment