Saturday, August 15, 2020

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી; સ્થાનિક લોકો જ દર્શન માટે જઈ રહ્યા છે

ચાલો ભાસ્કર સાથે વૈષ્ણોવ દેવીની યાત્રા પર.. પાંચ મહિના પછી વૈષ્ણોવ દેવી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાથી યાત્રિ દર્શન માટે જઈ રહ્યા છે. હાલ ભીડ ઘણી ઓછી છે, સ્થાનિક લોકો જ દર્શન માટે જઈ રહ્યા છે. ખાસ કરીને એવા ભક્તો જે દર્શન માટે મહિના- બે મહિનામાં આવતા રહે છે. હાલ સવારે 8 વાગ્યા સુધી લગભગ 20થી 22 ભક્ત દર્શન માટે જઈ ચુક્યા છે. કોરોનાના કારણે આ વખત યાત્રામાં ખાસ પ્રકારે સાવચેતી રાખવામાં આવી રહી છે. યાત્રા પર જતા યાત્રિઓનું તાપમાન તપાસવા માટે ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. સેનેટાઈઝરથી તેમને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે, ત્યારપછી જ તેમને આગળ જવા દેવાશે.

વૈષ્ણોવ દેવીની યાત્રાનો પારંપરિક માર્ગ બાણગંગા છે. અહીંયા આવેલા દર્શની ગેટથી યાત્રા શરૂ થાય છે. અહીંયાથી માતા દરબારનું અંતર લગભગ 14 કિમી છે.

આ પહેલા શ્રાઈન બોર્ડના CEO રમેશ કુમાર અહીંયા સવારે આવ્યા હતા. તેમણે તૈયારીઓની સમીક્ષા કરી. આ વખતે યાત્રા માટે પિટ્ઠૂ અને ખચ્ચરની વ્યવસ્થા નથી. પગપાળા જ માસ્ક લગાવીને 14 કિમીની યાત્રા કરવાની છે. આ પહેલા આવતા યાત્રિઓની સ્વાસ્થ્ય તપાસ માટે મેડિકલ ટેન્ટ અને ડોક્ટરની ટીમ તહેનાત કરવાની વાત કહેવાઈ હતી પણ હજુ સુધી આ વ્યવસ્થા શરૂ થઈ શકી નથી.

યાત્રા પર જનારા ભક્તો માટે સર્કલ બનાવાયા છે જેથી સોશિયલ ડિસટન્સીંગ મેઈન્ટેન કરી શકાય.
શ્રાઈન બોર્ડના CEO રમેશ કુમાર અહીંયા સવારે આવ્યા હતા. તેમણે તૈયારીઓની સમીક્ષા કરી

દર્શન કરવા માટે પહોંચેલા અહીંયાના સ્થાનિક પંકજ શર્માએ જણાવ્યું કે, તેમણે દર્શન માટે ગઈકાલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે તે દર્શન માટે જઈ રહ્યા છે. લાંબા વખત પછી યાત્રા શરૂ થઈ રહી છે, આ અંગે તે ઘણા ખુશ છે. તે દર મહિને અહીંયા દર્શન માટે આવતા રહે છે, પરંતુ લોકડાઉનના કારણે તે આવી શકતા નહોતા.

યાત્રા પર જનારા તમામ ભક્તો માટે તાપમાન તપાસવા માટે ઓટોમેટિક મશીન લગાવાયા છે

બહારથી આવનારા ભક્તો માટે શુ કરવું જરૂરી

  • કોરોના ટેસ્ટ કરાવીને આવે અને રિપોર્ટ સાથે લાવવો જરૂરી, જો કે, એક રેપિડ ટેસ્ટ અહીંયા પણ કરાશે.
  • મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવાની
  • ફેસ માસ્ક અથવા કવર લઈને આવવું જરૂરી
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન
  • હોટલનું બુકિંગ પણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે, તમે પહેલાથી જ કરાવી શકો છો
  • કટરા સુધી ટ્રેન હાલ નથી જઈ રહી, એટલા માટે તમારે જમ્મુથી ટેક્સી દ્વારા કટરા જવું પડશે. જમ્મુમાં ટેક્સી મળી રહી છે
  • સાથે છત્રી પણ લાવવી પડશે, જેથી વરસાદથી બચી શકાય


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vaishno Devi Yatra To Resume From Today; Only 2,000 Pilgrims Allowed Per Day


from Divya Bhaskar https://ift.tt/3h1a9bX
via IFTTT

No comments:

Post a Comment