Saturday, August 15, 2020

ખાડી પૂરમાંથી વધુ 55નું રેસ્ક્યુ, 24 કલાકમાં 1થી લઈને 3 ઈંચ સુધી વરસાદ, કોરોનાના દર્દીઓની સંખ્યા 17 હજારને પાર

1. ખાડી પૂરમાંથી વધુ 55 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
સુરત શહેર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારે સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થતા લિંબાયત, પરવત પાટીયા, કતારગામ, વરાછાનો વિસ્તારમાં ખાડી પૂરને લઈને અસરગ્રસ્ત થયો છે. છેલ્લા બે દિવસથી ખાડી પૂરને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ પાણી યથાવત છે. દરમિયાન ફાયર વિભાગ દ્વારા વધુ 55 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે લિંબાયત અને પરવત પાટીયા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

2. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 2, ઉમરપાડામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 ઈંચથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત સિટીમાં બેં ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદ થોડો ઘટતા ખાડી પૂરના પાણી થોડા ઓસરવાની આશા સેવવામાં આવી રહી છે.

3. સુરતમાં કોરોનાનો કહેર યથાવત્(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
સુરત મહાનગરપાપાલિકા અને જિલ્લા પ્રશાસને જાહેર કરેલા આંકડા મુજબ 14 ઓગસ્ટથી 15મી ઓગસ્ટની સાંજ સુધીમાં વધુ 234 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ, અત્યાર સુધીમાં કુલ પોઝિટિવનો કેસનો આંકડો 17,262 થયો છે. આ સાથે જ વધુ 9 મોત સાથે મૃત્યુઆંક 729 થયો છે. આ ઉપરાંત શહેરના 321 અને જિલ્લાના 52 દર્દીઓ સાથે મળીને કુલ 373 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 13,321 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ખાડી પૂર વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ (ડાબો ફોટો) અને ભારે વરસાદને કારણે સુરતમાં તારાજીના દ્રશ્યો સર્જાયા (જમણો ફોટો)


from Divya Bhaskar https://ift.tt/2PWUSxe
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...