સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે મહુવામાં 9 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સાથે ચોર્યાસી-પલસાણામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સુરત શહેરના પરવટપાટિયા-લિંબાયતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ફરી ખાડીપૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં મીઠીખાડી સ્થિર તો સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તર વધ્યા છે.
નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક 3થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા પર મેઘો મંડાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં દોઢ ઇંચ, ઊનામાં 1 ઇંચ, તાલાલા ગ્રામ્યમાં 12 ઇંચ અને તાલાલા ગિરમાં 8 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ પોણો ઇંચ, ભેંસાણ પા ઇંચ, મેંદરડા દોઢ ઇંચ, માંગરોળ 2 ઇંચ, માણાવદર અડધો ઇંચ, માળિયા હાટીના દોઢ ઇંચ, વંથલી 1 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં પોણો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સતલાસણામાં 2 ઇંચ, વિસનગર-કડીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 3, ડીસામાં 2 અને દાંતીવાડા-ધાનેરામાં 1-1 ઇંચ જ્યારે સાબરકાંઠાના વડાલી અને ઇડરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
ક્યાં કેટલો વરસાદ
| તાલુકો | વરસાદ (ઇંચ) |
| તાલાલા (ગ્રામ્ય) | 12 |
| માંડવી (સુરત) | 10 |
| ડોલવણ | 9 |
| મહુવા (સુરત | 9 |
| વાંસદા | 7 |
| નવસારી | 6 |
| બારડોલી | 6 |
| વાલોડ | 6 |
| વઘઈ | 5.5 |
| ગણદેવી | 5 |
| પલસાણા | 5 |
| વ્યારા | 4.5 |
| આહવા | 4.5 |
| નખત્રાણા | 4.5 |
| ચીખલી | 4.5 |
| જોડિયા | 4.5 |
| કડી | 4 |
રાજ્યના ડેમની સ્થિતિ
- 206 ડેમમાં પાણી 60 ટકા 79 ડેમમાં 100 ટકા પાણી
- 94 ડેમ હાઈ એલ ઉપર એટલે કે 90%થી વધુ ભરાયા.
- 10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90% ભરાયા
- 74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80% ભરાયા
- સરદાર સરોવર ડેમ 54% ભરાયો
- અન્ય ડેમો 70%થી ઓછા ભરાયા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3203rg9
via IFTTT
No comments:
Post a Comment