રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસદા ખાબક્યો છે. જેમાંથી 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 65 તાલુકામાં 2થી 3.8 ઇંચ અને 55 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે.
24 કલાકમાં રાજ્યના 21 તાલુકામા 4થી 12 ઇંચ વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ (ઇંચમાં) |
આણંદ | આણંદ | 12.5 |
સુરત | ઉમરપાડા | 12 |
સુરેન્દ્રનગર | લખતર | 8.6 |
ખેડા | નડિયાદ | 7.8 |
નર્મદા | ડેડિયાપાડા | 7.1 |
આણંદ | બોરસદ | 6.6 |
આણંદ | પેટલાદ | 6.1 |
સુરેન્દ્રનગર | વઢવાણ | 6 |
આણંદ | આંકલાવ | 5.4 |
સુરત | બારડોલી | 5.1 |
ખેડા | મહુધા | 5.1 |
ભરૂચ | નેત્રંગ | 4.7 |
સુરત | કામરેજ | 4.6 |
નર્મદા | સાગબારા | 4.5 |
આણંદ | ખંભાત | 4.5 |
અમદાવાદ | સાણંદ | 4.4 |
તાપી | સોનગઢ | 4.2 |
સુરત | સુરત સિટી | 4 |
આણંદ | સોજિત્રા | 4 |
આણંદ | તારાપુર | 4 |
તાપી | ડોલવન | 4 |
આણંદ અને ખેડા જિલ્લમાં ધોધમાર વરસાદ પડ્યો
ગત 24 કલાકમાં આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં 12.5 ઇંચ છે. ઉપરાંત બોરસદ, પેટલાદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં નડિયાદમાં 7.8 ઇંચ વરસાદ પડ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fTghSb
via IFTTT
No comments:
Post a Comment