Sunday, August 16, 2020

બોપલમાં કચરાના ડુંગરને સ્થાને 22 હજાર ચોરસ મીટરમાં રૂ.3 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ઈકોલોજી પાર્ક બનાવાશે

બોપલ-ઘુમા નગરપાલિકા અમદાવાદ કોર્પોરેશનમાં ભળ્યા પછી અહીં ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટ બંધ કરી બાયોમાઈનિંગ શરૂ કરાયું છે. ત્રણ મહિનામાં બાયોમાઈનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ મ્યુનિ. દ્વારા અહીં 3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે. અમદાવાદનો આ પહેલો ઈકોલોજી પાર્ક તૈયાર થશે જેનું કામ એક વર્ષમાં પૂર્ણ કરાશે.

બોપલ ડમ્પિંગ સાઈટનું બાયોમાઈનિંગ શરૂ કરાયું છે

આ પાર્કમાં હાયનેચર કન્ઝર્વેશન અને એેન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરી શકે તેવા વડ, પીપળો, સીમડો, કેસુડો, ગુલમહોર, ગરમાળ, ચંપા તથા કેસિયાની તમામ જાતો ઉછેરશે. ફળ આવે અને પક્ષીઓને પણ ખોરાક મળી રહે તેવા આંબો, બદામ, ખાટી આંબલી, ગુંદા સહિતના વૃક્ષો પણ રોપાશે. હાલ ચાલી રહેલી બાયોમાઈનિંગની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂરી થશે એ પછી જમીનમાં ઉતરેલા હાનિકારક અને ઝેરી ગેસ તેમજ કચરાને દૂર કરાશે. વૃક્ષો અને છોડના મૂળિયા જમીન પકડી શકે તેમજ ભેજ સચવાઈ રહે તે માટેની પ્રોસેસ એ પછી કરાશે. બોપલ-ઘુમાની સોસાયટીઓનો કચરો હવે પીરાણા ડમ્પિંગ સાઈટ પર લઈ જવાનું શરૂ કરાયું છે.

ઉષ્ણકટિબંધમાં થતાં વૃક્ષોનું વાવેતર કરાશે
આ પાર્કની ખાસિયત એ છે કે તેમાં એવા વૃક્ષો ઉછેરવામાં આવશે જે પર્યાવરણને સાનુકૂળ હોવા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ પણ કરતા હોય. આ પ્રકારના વૃક્ષોમાં વડ જેવા મોટા વૃક્ષનો સમાવેશ થાય છે. આ વૃક્ષોને ઉછેરવામાં સારો એવો સમય લાગતો હોય છે. પાર્કમાં ઉષ્ણકટિબંધમાં થતાં વૃક્ષોનું બોટનિકલ વર્ગીકરણ પ્રમાણે પ્લાન્ટેશન કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બોપલ ડમ્પિંગ સાઈટ પરથી કચરો હટાવી ત્યાં આ પ્રકારનો ઈકોલોજી પાર્ક બનશે.


from Divya Bhaskar https://ift.tt/2CB50Zm
via IFTTT

No comments:

Post a Comment