Saturday, August 15, 2020

વિશ્વમાં 2.14 કરોડ દર્દીઓઃ મેક્સિકોના રાષ્ટ્રપતિએ કોરોના પીડિતો માટે 30 દિવસના શોક જાહેર કર્યો, ત્યાં પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 14 લાખ 92 હજાર 770 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 42 લાખ 45 હજાર 956 દર્દી સાજા થઈ ગયા છે. 7 લાખ 66 હજાર 119 લોકોના મોત થયા છે. આ આંકડા https://ift.tt/2VnYLis પ્રમાણે છે. યૂરોપીય દેશોમાં સંક્રમણ ફરી વધી રહ્યું છે. ફ્રાન્સમાં સતત ત્રીજા દિવસે 2500થી વધારે કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના બીજા તબક્કામાં હોય તેવું લાગી રહ્યું છે. અહીં એક દિવસમાં 330 કેસ નોંધાયા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે દેશમાં કોરોના પીડિતો માટે 30 દિવસનો શોક જાહેર કર્યો છે. 11 સપ્ટેમ્બર સુધી દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. દરરોજ અમુક સમય માટે મૌન પાળવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારે રોગચાળાથી પ્રભાવિત લોકો-પીડિતોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આરોગ્ય કર્મચારીઓનો પણ આભાર માન્યો છે. મેક્સિકોમાં કોરોના સંક્રમણના પાંચ લાખથી વધુ કેસ નોંધાયા છે.

10 દેશઃ જ્યાં કોરોનાની અસર સૌથી વધારે છે

દેશ કેટલા સંક્રમિત થયા કેટલા મોત કેટલા સાજા થયા
અમેરિકા 54,98,654 1,72,055 28,78,551
બ્રાઝિલ 32,82,101 1,06,608 23,84,302
ભારત 25,88,253 50,084 18,58,983
રશિયા 9,17,884 15,617 7,29,411
સાઉથ આફ્રિકા 5,79,140 11,556 4,61,734
પેરુ 5,16,296 25,856 3,54,232
મેક્સિકો 5,11,369 55,908 3,45,653
કોલંબિયા 4,45,111 14,492 2,61,296
ચિલી 3,83,902 10,395 3,56,951
સ્પેન 3,58,843 28,617 ઉપલબ્ધ નથી

દક્ષિણ કોરિયા: દૈનિક સંક્રમણના કેસો બમણા થયા

દક્ષિણ કોરિયામાં શનિવારે સંક્રમણના 166 નવા કેસ નોંધાયા છે. અહીં દરરોજ આવતા કેસ હવે લગભગ બમણા થયા છે. સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો કડક કરવામાં આવ્યા છે. આ અંતર્ગત સિઓલ અને જિઆંગીમાં ઘરની અંદર 50થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ પાર્ક અને મેદાનોમાં 100થી વધુ લોકો હાજર રહી શકશે નહીં. રમતના મેદાનમાં પ્રેક્ષકો પહોંચી શકશે નહીં. અત્યાર સુધી અહીં 15 હજાર 39 કેસ નોંધાયા છે અને 305 લોકોનાં મોત નીપજ્યાં છે.

15 ઓગસ્ટની આ ફોટો સિયોલની છે. જેમાં લોકો કોરાના વાયરસના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને તોડીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોનો આરોપ છે કે, સરકાર કોરોના રોકવામાં નિષ્ફળ રહી છે.

ઇરાકમાં રેકોર્ડ બ્રેક 4293 કેસ નોંધાયા
ઇરાકમાં શનિવારે રેકોર્ડ બ્રેક 4293 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહામારી શરૂ થયા પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને કુલ 1 લાખ 72 હજાર 583 થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે 4013 કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 5785 લોકોનાં મોત નીપજ્યાં છે.

ફ્રાન્સઃ ઝડપથી સંક્રમણ વધ્યું
ફ્રાન્સમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે અહીં 2500થી વધુ કેસ નોંધાયા છે. ફ્રાન્સની સરકાર પણ સાવચેત થઈ છે. આરોગ્ય મંત્રાલયમાં શુક્રવારે મોડી રાત્રે ઇમર્જન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિ અંગે સરકાર દ્વારા નિવેદન બહાર પાડશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન સમાપ્ત થયા પછી સંક્રમણ બીજા તબક્કામાં જોવા મળ્યું છે. અમે કેટલાક વિસ્તારોમાં કડક પગલાં લેવા મજબૂર થઈ રહ્યાં છીએ.

શુક્રવારે લાઉવેરે પિરામિડમાં હાજર રહેલા પ્રવાસીઓ. આજે ફ્રાન્સ સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડી શકે છે.

ફ્રાન્સમાં સંક્રમણ વધ્યું
ફ્રાન્સમાં સંક્રમણ વધી રહ્યું છે. અહીં સતત ત્રીજા દિવસે 2500થી વધારે કેસ નોંધાયા છે. કેસ વધતા સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન સમાપ્ત થયા પછી સંક્રમણનો બીજો તબક્કો જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા: સ્થિતિને કાબૂમાં કરવા માટે મહેનત કરવી પડશે
વિક્ટોરીયાના હેલ્થ ઓફિસર બ્રેટ સુટને શુક્રવારે કહ્યું હતું કે શુક્રવારે રાજ્યમાં 330 નવા કેસ નોંધાયા છે. આ કેસ ચિંતાનું કારણ છે કારણ કે તમામ કેસ સ્થાનિક સંક્રમણના છે. એનો અર્થ એ છે કે આ લોકો દ્વારા રાજ્યની બીજી જગ્યાએ સંક્રમણ પહોંચી ચૂક્યું હશે. જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. અમે ઝડપથી સંક્રમણ ઉપર કાબૂ મેળવી લઈશું.

ન્યૂઝીલેન્ડે અઢી મહિના પહેલા કોરોના ઉપર કાબૂ મેળવી લીધો હતો. 102 દિવસથી કોઈ કેસ નોંધાયો ન હતો. પરંતુ હવે કેસ નોંધાઈ રહ્યા છે.

ન્યૂઝીલેન્ડ: એક વ્યક્તિથી સંક્રમણ ફેલાયું
ન્યૂઝીલેન્ડ સરકાર તે વ્યક્તિની ભાળ મેળવી રહી છે જે જાપાનથી પરત ફરી છે અને દેશના બે પ્રવાસન સ્થળે ગઈ હતી. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરાઈ રહ્યા છે. રોટોરા અને તાઉપો આ બે શહેરોની હોટલોને હાલ સીલ કરી દેવાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શુક્રવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્વાસ્થ્ય કર્મચારી મહિલાનો ટેસ્ટ કરી રહી છે.


from Divya Bhaskar https://ift.tt/3g31Ivs
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...