Sunday, August 16, 2020

વૈષ્ણોદેવી મંદિર ચાર મહિના પછી ખુલ્યું, ગુફા મંદિરમાં વિશેષ પૂજા સાથે શ્રીગણેશ, 200 લોકો પહોંચ્યા, દરેકનું ટેસ્ટિંગ

લગભગ 5 મહિના પછી રવિવારે માતા વૈષ્ણોદેવી તીર્થ યાત્રા માર્ગ ‘જય માતા દી’ના નારાથી ગુંજી ઉઠ્યો. યાત્રા શરૂ કરતા પહેલા શ્રાઈન બોર્ડે પવિત્ર ગુફામાં વિશેષ પૂજા રાખી હતી. પ્રથમ દિવસે જમ્મુ-કાશ્મીરના વિવિધ ભાગોમાંથી આવેલા 200 શ્રદ્ધાળુ જ દર્શન માટે પહોંચ્યા. 13 કિમીના માર્ગમાં પ્રવેશ ગેટ (બાણગંગા પાસે) દરેક શ્રદ્ધાળુનો કોવિડ-19 એન્ટીજન ટેસ્ટ કરાયો. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ યાત્રાની મંજુરી અપાઈ.

અખનૂરથી દર્શન માટે આવેલા વિદ્યાર્થીઓના ગ્રૂપે જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી માતાના દર્શનની રાહ જોતા હતા. મંદિર ખુલવાની માહિતી મળતાં જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું અને આવી ગયા. મંદિર માર્ગમાં ઠેર-ઠેર ઓડિયો સિસ્ટમ લગાવાઈ છે, જે શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરે છે. એ જ રીતે હાથને સેનિટાઈઝ કરવાના પણ પોઈન્ટ બનાવાયા છે.

જમ્મુથી આવેલા નવપરિણિત યુગલે કહ્યું કે, તેઓ લગ્ન પછી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માગતા હતા, પરંતુ લૉકડાઉનના કારણે શક્ય બન્યું ન હતું. આજે અમે પવિત્ર ગુફામાં માતાના દર્શન કરવા અને આશિર્વાદ લેવા જઈ રહ્યા છીએ. શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેટરી સંચાલિત વાહન, રોપ-વે અને હેલિકોપ્ટર સુવિધા ચાલુ છે. પિટ્ટુ અને પાલકીની મંજુરી અપાઈ નથી. ખરાબ હવામાનના લીધે પ્રથમ દિવસે હેલિકોપ્ટર સુવિધા શરૂ થઈ શકી ન હતી. તારાકોટ માર્ગ પર મફત લંગર અને સંજીઘાટમાં પ્રસાદ કેન્દ્ર ચાલુ છે. કટરા, અર્ધકુંવારી અને ભવનમાં ભોજનલાય ખુલ્યા છે. જોકે, બીજી તરફ યાત્રાના માર્ગમાં મેડિકલ દુકાનો સિવાય બાકી બધી જ દુકાનો બંધ છે. હોટલ એસોસિએશનના પ્રેસિડન્ટ રાકેશ વજીરે કહ્યું કે, અમે શ્રાઈન બોર્ડને શ્રદ્ધાળુની સંખ્યા વધારવા માગ કરી છે.

અટકા આરતી સહિત તમામ વિશેષ પૂજા પર પ્રતિબંધ

  • ઓનલાઈન રજિસ્ટ્રેશન પર જ પ્રવેશ મળશે. કોરોના રિપોર્ટ લઈને આવવાનું રહેશે.
  • પહોંચ્યા પછી રેપિડ ટેસ્ટ. આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયા.
  • 10 વર્ષથી નાની વય, ગર્ભવતી, 60થી વધુ વયના લોકોને યાત્રા ન કરવાની સલાહ.
  • મંદિર પરિસરમાં ભીડ રોકવા માટે અટકા આરતી, શ્રદ્ધાસુમન વિશેષ પૂજા બંધ રખાઈ છે.
  • પિટ્ટુ અને પાલકી સેવાને સ્થગિત રખાઈ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વૈષ્ણોદેવી મંદિરના દર્શનાર્થીઓની સુરક્ષા માટે ચુસ્ત બંંદોબસ્ત.


from Divya Bhaskar https://ift.tt/2E98kLL
via IFTTT

No comments:

Post a Comment