અમેરિકામાં ચીની એપ ટિકટોકને જો માઈક્રોસોફ્ટ કે કોઈ અન્ય કંપની ખરીદે છે તો તેને સમર્પિત પ્રશંસકોની મોટી સંખ્યા મળશે. એપના એક તૃતિયાંશથી વધુ યુઝર કિશોર વયના છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે કંપનીના આંતરિક દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી જણાવ્યું છે કે, અમેરિકામાં જુલાઈમાં ટિકટોકના 4 કરોડ 90 લાખ યુઝર 14 વર્ષ કે તેનાથી નાની વયના હતા. 14 વર્ષથી વધુ વયના યુઝરની સંખ્યા લગભગ 2 કરોડ છે. બાકી અમેરિકન યુઝરની ઉંમરની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. ટિકટોકનો ઉપયોગ કરવાની લઘુત્તમ ઉંમર 13 વર્ષ છે.
ટિકટોકના એક પૂર્વ કર્મચારીએ બાળકોનાં વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમાંથી અનેક યુઝર નક્કી થયેલી ઉંમર કરતાં ઓછી વયના છે. એટલે કે, કંપની વયના નિયમોનું પાલન કરતી નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની એપ પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરી ચુક્યા છે. સરકારનું માનવું છે કે, ટિકોટ અને તેની માલિક કંપની બાઈટડાન્સ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકનોની અંગત માહિતી મેળવવામાં મદદ કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું છે કે, સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર કરવા તેઓ માઈક્રોસોફ્ટ કે કોઈ અન્ય અમેરિકન કંપની દ્વારા ટિકટોકની ખરીદીને ટેકો આપી રહ્યા છે. અમેરિકામાં બાળકો અંગેના ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટમાં 13 વર્ષથી નાની વયના બાળકોની વ્યક્તિગત માહિતી મેળવતાં પહેલા માતા-પિતાની મંજૂરી જરૂરી છે. અનુમાન છે કે, ટિકટોક પ્રોફાઈલ પિક્ચર અને વીડિયોની મદદથી ચહેરો ઓળખવાના અલ્ગોરિધમ દ્વારા ઉંમરની પુષ્ટિ કરે છે.
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે તાજેતરમાં જ કહ્યું છે કે, ‘એપની ટેક્નોલોજીને જોતાં કોઈ પણ ખરીદનાર માટે ટિકટોક ઝેરનો પ્યાલો છે. સોશિયલ મીડિયા બિઝનેસમાં મોટા બનવું સરળ નથી’.
ટિકટોકના કોઈ પણ ખરીદનારે રાજકીય દબાણ ઉપરાંત અન્ય નાની-નાની બાબતોનો સામનો કરવો પડશે. જેમાં કન્ટેન્ટ ગાઈડલાઈન, ડેટા કલેક્શન અને બાળકોની સુરક્ષાનો સમાવેશ થાય છે. યુવાનોમાં એપની લોકપ્રિયતાને કારણે જાહેરાતદાતામાં તેની ખૂબ ડિમાન્ડ છે.
42 કરોડ રૂપિયાનો દંડ
2018માં ટિકટોકમાં વિલિન Musicl.ly એપને ગયા વર્ષે નિયમ તોડવાના કેસના નિકાલ માટે ફેડરલ ટ્રેડ કમીશનને રૂ.42 કરોડનો દંડ ભર્યો હતો. ટિકટોકે યુઝરોની સંખ્યા અંગે કહેવાનો પણ ઈનકાર કર્યો છે. યુવાન યુઝરોની સુરક્ષા સંબંધિત એક સવાલના જવાબમાં કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે, તેમણે વાલીઓને કિશોરો દ્વારા એપના ઉપયોગ પર નિયંત્રણ કરવાની સુવિધા જેવા પગલાં ભર્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/324zR9w
via IFTTT
No comments:
Post a Comment