દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સમગ્ર ગુજરાતના ઉપર બની છે. જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે.
તમામ 32 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 4 ઈંચ વરસાદ, બે તાલુકામાં 3 ઈંચ, 4 તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે, અનેક કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
છેલ્લા 24 કલાકનો વરસાદ
તાલુકો | વરસાદ(ઈંચમાં) |
ડોલવણ |
11 |
માંડવી | 10 |
વાલોડ | 7 |
વ્યારા | 7 |
વાંસદા | 6 |
મહુવા | 6 |
વઘઈ | 5 |
બારડોલી | 5 |
સોનગઢ | 5 |
ગણદેવી | 5 |
આહવા | 4 |
ઉમરપાડા | 4 |
ધરમપુર | 4 |
ચીખલી | 4 |
ચોર્યાસી | 4 |
પલસાણા | 4 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ay9Gvy
via IFTTT
No comments:
Post a Comment