Saturday, August 15, 2020

સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, વર્લ્ડ કપ 1 વર્ષ માટે સ્થગિત થતા ધોનીએ નિવૃત્તિ લીધી, લાંબા સમયથી તે વર્લ્ડ કપ અંગે અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો

ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, T-20 વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત થયો તેણે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગાવસ્કરે ઇન્ડિયા ટુડેને કહ્યું કે- મને લાગે છે કે, "ધોની IPLમાં પોતે કેવું પ્રદર્શન કરે છે તે જોવા માગતો હતો."

જૂના શેડયૂલ પ્રમાણે IPL માર્ચ-એપ્રિલમાં થવાની હતી, જ્યારે 2020નો T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનો હતો. જોકે કોરોનાવાયરસના લીધે વર્લ્ડ કપ 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.

ગાવસ્કરે વધુ ઉમેરતા કહ્યું કે, "IPL ટૂર્નામેન્ટ માર્ચ-એપ્રિલમાં થઈ ન હતી. તે પછી ધોનીએ રાહ જોઈ હશે કે T-20 વર્લ્ડ કપ શેડયૂલ મુજબ ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે કે નહિ. જ્યારે તેને ખબર પડી કે વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત થયો, ત્યારે તેણે વિચાર્યું હશે કે હવે કોઈ મતલબ નથી અને નિવૃત્તિ જાહેર કરી હશે."

ધોનીએ ભારત માટે 90 ટેસ્ટમાં 38ની એવરેજથી 4876 રન, 350 વનડેમાં 10,773 રન અને 98 T-20માં 1282 રન કર્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 538 મેચમાં 17,266 રન કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sunil Gavaskar believes that Dhoni retired after the World Cup was postponed for 1 year, he has been waiting for a final decision on the World Cup for a long time.


from Divya Bhaskar https://ift.tt/3iF06tu
via IFTTT

No comments:

Post a Comment